યાત્રાધામ દ્વારકામાં આવેલ પવિત્ર ગોમતી નદીમાં ભડકેશ્વર ગ્રુપ દ્વારા ઇતિહાસમાં પ્રથમવાર ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું 15 મી ઓગસ્ટ ભારત ભરમાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે માં ગોમતી નદીમાં 15મી ઓગસ્ટની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી ભડકેશ્વર ગ્રુપ દ્વારા ઈતિહાસમાં પ્રથમ વખત ગોમતી નદી અંદર રાષ્ટ્રગીત ગાય બોટમાં બેસી રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો પવિત્ર ગોમતી નદીમાં હજારોની સંખ્યામાં સ્નાન કરી રહેલા ભક્તો આ ધ્વજવંદન જોઇ ભાવુક થયા હતા ઇતિહાસમાં પ્રથમ વખત ભગવાન દ્વારકાધીશને આંગણે ગોમતી નદીના ચરણોમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું
અનિલ લાલ