ભાવનગર શહેરમાં ઠેરઠેર જગ્યાએ દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવતા સમગ્ર શહેર તિરંગામય બન્યું હતું. તેમજ ભાવનગર શહેર ભાજપ કાર્યાલય, કોર્ટ, વિવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ, શહેરની સરકારી કચેરીઓ, નિગમો તેમજ વિવિધ વિસ્તારમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મહાનગરપાલિકાના પટાંગણમાં કરવામાં આવી હતી. જેમાં મેયર કીર્તિબેન દાણીધારીયા દ્વારા ધ્વજવંદન કરી સ્વાતંત્ર દિવસની નગરજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાવનગર શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણએ ધ્વજવંદન કરી સલામી આપી ઉદબોધન કર્યું હતું, આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ, ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલીયા તથા નગરસેવકો તથા સંગઠનના કાર્યકરો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર