તાલુકા કક્ષાની સ્વતત્રંતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ આજ રોજ બરવાળાના રામપરા મુકામે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર સી.આર.પ્રજાપતિનાં સ્વહસ્તે ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાયું હતું.આકાર્યક્રમમા બરવાળા TDO જીજી ગોહીલ, તથા બરવાળા મામલતદાર કચેરી સ્ટાફ બરવાળા પોલીસ સ્ટેશન psi ઝાલા તેમજ બરવાળા પોલીસ સ્ટેશન સ્ટાફ, રામપરા ગ્રામજનો સરપંચ અને રામપરાના સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ સ્કૂલના બાળકો દ્વારા સરસ મજાનો સાસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કરવામાં આવ્યા હતા.