23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ધ્વજવંદન અને પરેડ સહિતના કાર્યક્રમોનું કરાયું આયોજન; કાર્યકર્મમાં અશ્વ પરેડ અને ડોગ-શો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા જુઓ…


દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભવ્ય પરેડ યોજાઈ હતી. આ તકે જુદી-જુદી કુલ 9 જેટલી પ્લાટુન દ્વારા વિવિધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. ધ્વજવંદન બાદ પોલીસ કમિશ્નર દ્વારા પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે યોજાયેલી અશ્વ પરેડ અને ડોગ-શો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમજ આ પરેડ દરમિયાન અશ્વ પર બેઠેલા જવાનોએ અવનવા કરતબ બતાવ્યા હતા તો બીજી તરફ ડોગ-શો માં શહેર પોલીસના ટ્રેઇન્ડ શ્વાનો દ્વારા અવનવા કરતબો કરવામાં આવ્યા હતા. જેથી આ દૃશ્યો જોઈને લોકો અચરજમાં મુક્યા હતા. તેમજ  આ કાર્યક્રમમાં જ શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા મહત્ત્વની કામગીરી કરનાર અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.  આ સાથે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે આ તકે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.આ સાથે આ કાર્યકર્મમાં પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવે માટી હાથમાં લઈ સુરક્ષાનાં શપથ પણ લીધા હતા.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -