રાજકોટમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજકોટના ભૂતપૂર્વ શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર કાર્યકર્મમાં સાંસદ રામભાઇ મોકરિયા, શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢ, ધારસભ્ય દર્શિતાબેન શાહ, શહેર મહિલા ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, રક્ષાબેન બોળિયા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી ધ્વજવંદન કર્યું હતું.