સમગ્ર દેશમાં આજે આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 77માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી મનપા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જેમાં મેયર ગીતાબેન પરમારે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી તેમજ આ પ્રસંગે મનપાના વિવિધ શાખાઓના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે મેયર ગીતાબેન પરમારે સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી.
વિનોદ મકવાણા, જૂનાગઢ