જસદણ આટકોટ રોડ પર આવેલ પાટીદાર ભવન ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ અનામત આંદોલન દરમિયાન શહિદ થયેલા પાટીદાર યુવાનોના સ્મારકની મુલાકાત રાઘવજીભાઈ પટેલે કરી હતી આ સાથે મોટી સંખ્યામાં જસદણ વિદ્યાના પાટીદાર સમાજના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની તમામ પાંખોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ