આજરોજ દેશને આઝાદ થયાના ૭૭ વર્ષ પૂર્ણ થયા છે તેની ખુશીમાં આ પર્વ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બાવળા તાલુકાના બગોદરા ગામના પોલીસ સ્ટેશનમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બગોદરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જી. કે.ચાવડા એ ધ્વજ ફરકાવ્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં બગોદરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ, હોમ ગાર્ડ જવાનો તથા GRD જવાનો એ પણ ધ્વજને સલામી આપી આ પર્વની ઉજવણી કરી હતી આ સાથે કાર્યક્રમના અંતે મીઠાઈ વહેચી બધા છુટા પડ્યા હતા
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર