અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે 77 માં સ્વાસ્તંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરાવ્યું હતું. આ સાથે કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા, જિલ્લા વિકાસ અધિકારી ધ્વજવંદન કરવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા એ પોલીસ પરેડનું નિદર્શન પણ કર્યું હતું. તેમજ મોટી સંખ્યામાં લોકો પણ આ ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયા હતા.