અરવલ્લી જિલ્લાના બાયડમાં કપડવંજ રોડ પર કારમાં ભીષણ આગ લગતા કાર બળીને ખાખ થઈ હતી. તેમજ ડીપ આગળ કારમાં આગના બનાવને લઈ બાયડ નગરપાલિકાના ફાયર વિભાગ ને જાણ કરતાં ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવ્યો હતો. આ સાથે આ આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન કરવામાં આવ્યું હતું તેમજ કારમાં આગની ઘટનાને લઈ ટ્રાફિક જામ સર્જાયો હતો આ સાથે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી