રાજકોટ ભાવનગર રોડ ખાતે ભરાતી ગુજરી બજાર એટલે કે કહેવાતી રવિવારીમાં કે જ્યાં નવા જૂના કપડાં વસ્તુઓ ભંગાર સહિતની અનેક વસ્તુઓ વહેચાતી હોય છે ત્યારેઆજુ બાજુના ગામના લોકો અને રાજકોટ શહેરના લોકો ખરીદી કરવા જતા હોય ત્યારે આ તક નો લાભ લેવા ત્યાં સતત મોબાઈલ ચોર ગેંગ સક્રિય હોય છે તેમજ લોકોના પાકીટ તેમજ મોબાઈલની ચોરીઓ થાય છે. આ સાથે આ જગ્યાએ દર રવિવારે લગભગ 10 થી 15 લોકોના ખીચા હળવા થતાં હોઇ છે તેમજ મોબાઈલ ચોરી થતાં હોય છે. જેથી આ અંગે લોકો ફરિયાદ પણ નોંધાવે છે પરંતુ પોલીસ દ્વારા આરોપીની કોઈ જાતની ધરપકડ કરવામાં આવતી નથી જેથી લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા ટીમ બનાવી આવા લોકોની ધરપકડ કરવામાં આવે તેમજ આજુ બાજુમાં દેશી દારૂના હાતડા ધમધમતા હોય છે. તો પોલીસ દ્વારા આવા લોકોને પણ પાઠ ભણાવવા જોઈએ તેમજ પોલીસ દ્વારા ત્યાંના આવારા તત્વો,ખીચ્ચા કતરું અને મોબાઈલ ચોર ગેંગની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી હતી.
રાજકોટ ભાવનગર રોડ ખાતે ભરાતી ગુજરી બજાર એટલે કે કહેવાતી રવિવારીમાં સામે આવ્યો ગાંઠયાઓનો ત્રાસ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -