જૂનાગઢના એ,બી, અને સી ડીવીઝન સહીતના સંવેદનશીલ વિસ્તારોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તેમજ,નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સરપ્રાઇઝ કોમ્બીંગ હાથ ધરી પોલીસ પર હુમલો કરવાના બનાવના 13 આરોપીઓ સહિત કુલ ૨૮૬ શખ્સો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના નેતૃત્વમાં નાયબ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી.શાખા, એ બી અને સી ડીવીઝનના અધિકરીઓ તેમજ સ્ટાફ સહિત કુલ 360 પોલીસ અધિકારી,કર્મચારીઓની અલગ અલગ ટીમો પાડી લાઠી, હેલ્મેટ સાથે પંચેશ્વર, દાતાર રોડ, કડીયાવાડ, દોલતપરા, સુખનાથ ચોક, જમાલવાડી, ભારતમીલનો ઢોરો, ધરાનગર, હર્ષદનગર, ખામધ્રોળ રોડ, રાજીવનગર, ગાંધીગ્રામ, ધરમ અવેડા વિસ્તારોમાં કોમ્બીંગ દરમ્યાન જાહેર જગ્યાઓમાં નંબર પલેટ વગરના વ્હિકલ ડીટેઇન કરવામાં આવી હતી. તેમજ પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા શખ્સોને પ્રોહીબીશનના મુદામાલ સાથે પકડી કાર્યવાહી કરાઈ હતી, આ કોમ્બીંગ દરમ્યાન ગેબનશાપીરની દરગાહના ડીમોલેશનની નોટીસ બાબતે પોલીસ પર થયેલ હુમલાના બનાવમાં પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા પોલીસે કુલ 10 આરોપીઓ અને 3 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને શોધી કાઢી નોટીસ આપી હાજર રહેવા સુચના આપવામાં આવી હતી.
વિનોદ મકવાણા, જૂનાગઢ