રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગ્રંથાલય ખાતું ગાંધીનગર હસ્તકના સરકારી તાલુકા પુસ્તકાલય જસદણ જીલ્લો રાજકોટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ પર્વની ઉજવણીના ભાગરૂપે તારીખ 13/8/2023 ના રોજ સંસ્થાના પટાંગણ ખાતે ડોક્ટર પંકજ કે ગોસ્વામી નિયામક શ્રી ગ્રંથાલય ગુજરાત રાજ્ય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે માનનીય મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં રાજેશ આલ ડેપ્યુટી કલેકટર અને એસ ડી એમ જસદણ, અંકિત પટેલ ટીડીઓ જસદણ. એસ જે અસવાર મામલતદાર જસદણ, તેમજ એલ આર મોડની મદદથી ગ્રંથાલય નિયામક રાજકોટ એસ આર રાઠવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર , સોનલબેન વસાણી સોનલબેન વસાણી ધીરુભાઈ ધીરુભાઈ ભાયાણી દીપુભાઈ ગીડા જલ્પાબેન કુબાવત કેતનભાઇ લાડોલા કુલદીપભાઈ હિતેશભાઈ વિજયભાઈ રાઠોડ અનિલભાઈ મકાણી અશોકભાઈ મહેતા જસદણ વગેરે મહાનુભાવોની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં સંસ્થાના મદદનીશ ગ્રંથપાલ એ એમ સુમરા તથા કર્મચારીઓ તથા વાચક ગણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર્યાવરણ જાળવણી કેમ કરવી જોઈએ તેની રસપ્રદ માહિતી આપી હતી
રિપોર્ટર: વિજય ચૌહાણ જસદણ