આણંદના ઓડ શહેરમા બુધેશવર સોસાયટીમા તારીખ ૧૩ના રોજ પ્રજાપિતા બહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય ધ્વારા પુરષોતમ માસમા પુરષોતમ ભગવાનની કથાનુ આયોજન કરવામા આવ્યું હતું આ કાયઁકમનું સંચાલન જીગનાબેન પટેલ , મીનાબેન પટેલ તથા જયશ્રીબેન પટેલ ધ્વારા સુંદર રીતે કરવામા આવ્યું હતું બહ્માકુમારી શ્રી રુપલબેને પોતાની આગવી શૈલીમા સૌને કથા કહી સંભળાવી હતી હિન્દુ સનાતન ધર્મમા પવિત્ર પુરષોતમ માસનુ ખૂબ મહત્વ છે દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે .આ અધિક માસને ભગવાન વિષ્ણુએ પોતાનું ઉતમ નામ પુરષોતમ આપ્યું છે . તેથી આ માસમા ભગવાન વિષ્ણુની પુજા કરવી જોઈએ વ્યકિત એ દરેક સ્થિતિમા મન શાંત રાખવું જોઈએ. આત્માના કલ્યાણ માટે સંસારમા રહીને પણ ભકિત કરી પરમ શાંતિનેા અનુભવ કરવો જોઈએ કર્મ કરતા કરતા પ્રભુ નુ સ્મરણ કરો સર્વ માસ મા પુરષોતમ માસ હું છું . આ કથામા યુવાનો, વડીલેા, મહીલાઓએ ઉમંગભેર જોડાઈને શ્રદ્ધાથી કથા શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી