સુરેન્દ્રનગર શહેરના 60 ફૂટ રોડ ઉપર વધુ એક વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા યુવકના પગ ભાંગી નાખવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં આજથી ત્રણ વર્ષ પહેલાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતા અને રતનપર ખાતે પોતાના પરિવાર સાથે જીવન ધોરણ ગુજારતા પરિવારે ત્રણ લાખ રૂપિયા વ્યાજવા લીધા હતા. એ પણ 10% વ્યાજવા લીધા હતા છેલ્લા ત્રણ વર્ષથી 10% લેખે વ્યાજ પણ ચૂકવવામાં આવી રહ્યું હતું પરંતુ આ મહિને વ્યાજ ચૂકવવામાં થોડું મોડું થતા શહેરના 60 ફુટ રોડ ઉપરથી બાઇક લઇ અને પસાર થતા યુવકને ઉભો રાખી અને આ મહિને કેમ વ્યાજ ચૂકવવામાં મોડું કર્યું તેમ કહી અને ચાર જેટલા યુવકોએ સ્વીફ્ટ ગાડીમાંથી નીચે ઉતરી અને યુવકના પગ ભાંગી નાખ્યા છે. બંને પગ ભાંગી નાખવામાં આવ્યા છે ત્યારે આજુબાજુના લોકો દ્વારા યુવકને સૌપ્રથમ સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે લઈ જવામાં આવ્યો છે તેમજ ત્યાં એક્સ-રે અને ડોક્ટરોની સલાહ લેવામાં આવતા યુવકના બંને પગ ભાંગી ગયા હોય અને બંને પગમાં હાડકા તૂટી ગયા હોય તેવું જણાવવામાં આવ્યું છે હાલમાં યુવકનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને યુવકની સારવાર સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે શરૂ કરવામાં આવી છે. જોકે ઘટનાને લઈને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ છે આ અંગે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ચાર જેટલા યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરી છે તેને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વ્યાજખોરો બેફામ બનતા જતા હોય તેવું લાગી રહ્યું છે.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }