23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

પડતર પ્રશ્નોને ઉકેલવા શિક્ષકોનાં ‘મૌન ધરણા’: રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે આચાર્યો, શિક્ષકો અને શૈક્ષણિક કર્મચારીઓએ ‘મૌન ધરણાં’ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.


‘ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ’ અને ‘જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ’ના આદેશ અનુસાર વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સવારે 12થી બપોરે 3.00 વાગ્યા સુધી રાજ્યના તમામ તાલુકા મથકોએ નક્કી થયેલ સ્થળોએ ‘મૌન ધરણાં’ યોજવામાં આવ્યા હતા, જે અંતર્ગત રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.  જેમાં શિક્ષણ માટે શિક્ષકોને સ્વતંત્ર કરો, વિધાનસભા ચૂંટણી પહેલા થયેલા સમાધાનનો અમલ કરો, શિક્ષકોની કાયમી ભરતી કરો, ગ્રાન્ટેડ શાળાઓ બચાવો, શિક્ષકોને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપો જેવા પ્લેકાર્ડ બતાવીને શાંતિપૂર્વક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.  તેમજ આ અંગે રાજકોટના પ્રમુખ શિક્ષક ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગત વિધાનસભા ચૂંટણી સમયે જૂની પેન્શન યોજના અમલમાં મૂકવા અમારી માંગ સ્વીકારવામાં આવી છે. જોકે, આજ દિવસ સુધી તે લાગુ કરી નથી. તેનો અમલ કરવામાં આવે તે અમારી માંગ છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની 50% ઘટ સાથે શાળાઓ ચાલે છે. છેલ્લા 10 વર્ષમાં મહેકમ પ્રમાણે ભરતી કરવામાં આવી નથી. ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે તો આ ગરીબ બાળકો ક્યાં ભણવા જશે તે સૌથી મોટો સવાલ છે. આચાર્યની સાથે સાથે શિક્ષકોની ભરતી પણ કોઈ પણ જગ્યાએ કરવામાં આવી નથી આ માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સાથે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની 6000 પૈકી માત્ર 2000 શાળામાં જ ક્લાર્ક ફરજ બજાવે છે. ક્લાર્ક વગર શાળા ચલાવવી મુશ્કેલ બને છે. ખેલ મહાકુંભ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે પણ વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી. ‘સ્વચ્છ ભારત’ મિશન ચાલી રહ્યું છે પરંતુ, રાજ્યની શાળાઓમાં પ્યુનની ઘટ છે. પ્યુનની ભરતીઓ કરવામાં આવી નથી રહી. શિક્ષકો કે બાળકો સફાઈ કરી નહીં શકે તો પ્યુનની પણ ભરતી કરવામાં આવે તેવી અમારી માંગ છે. બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં શિક્ષણ વિભાગને ફાળવવામાં આવતી ગ્રાન્ટ ખૂબ જ ઓછી છે માટે યોગ્ય ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી પણ અમારી માંગ છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -