સુરત શહેરમાં વધતી ગુનાઈત પ્રવૃત્તિના ગ્રાફથી પોલીસની શાખ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. સચીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વાંઝ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્ર હજુ તો ખુલી જ હતી ત્યાં બે બાઇક પર આવેલા પાંચ લૂંટારૂઓ બંદૂક સાથે બેંકમાં ઘૂસ્યા હતા. અને બેંકનો સ્ટાફ કઇ સમજે તે પહેલા જ ફિલ્મી ઢબે આતંક મચાવી બેંકમાંથી આશરે 14 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.બેન્કના કર્મચારીઓના કહેવા મુજબ બે બાઇક પર પાંચ લૂંટારૂઓ આવ્યા હતા. જેમાંથી ચાર લૂંટારૂઓ હેલ્મેટ પહેરી જ્યારે એક લૂંટારૂ મોઢે બુકાની પહેરીને બેંકમાં પ્રવેશ્યો હતો. બેંકમાં દાખલ થતાંની સાથે જ લૂંટારૂ શખસોએ બંદુકની અણિએ ગ્રાહક અને કર્મચારીઓને બંધક બનાવી બેંકમાંથી બિન્દાસ્ત 13થી 14 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. લૂંટારૂ શખસો બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા બેંકમાં પ્રવેશ્યા, કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાયા અને લૂંટ ચલાવી આ સમગ્ર ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.લૂંટના બનાવની જાણ થતા જ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તેમજ ઉચ્ચ અધિકારીઓ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લૂંટના સ્થળે પહોંચેલા એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 11:30 વાગ્યાની આસપાસ બે બાઇક પર આવેલા પાંચ લોકોએ બેંકમાં ઘુસીને લૂંટ ચલાવી છે. જેમાં ચાર હેલ્મેટ પહેરેલા અને એક શખ્સે મોઢે બુકાની બાંધી બેંકમાં પ્રવેશ કરી બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી 14 લાખની આસપાસની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. ઘટનાની ગંભીરતાને લઇને હાલમાં પોલીસ દ્વારા સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત