જામનગર જિલ્લા ના કાલાવડ એપીએમસી ના ચેરમેન અને વાઇસ ચેરમેન નિમણુંક કરવામાં આવી..જામનગર જિલ્લાના કાલાવડ એપીએમસી માં 16 બેઠક માંથી 10 બેઠક પર ભગવો લહેરાયો હતો..ખેડુત વિભાગમાં 7 ,વેપારી વિભાગ 1 અને સહકારી વિભાગ 2 એમ કુલ 10 બેઠક પર ભાજપ નો વિજય થયો હતો…ભાજપ પેનલના ચેરમેન તરીકે મૌલિકભાઇ નથવાણી અને વાઇસ ચેરમેન તરીકે મુકુંદભાઇ સાવલિયા ની નિમણુંક કરવામાં આવી..ચેરમેન અને વાઇસ ચેરમેન ની નિમણુંક થતા ઢોલ નગારા અને મીઠાઈ ખવડાવી કાર્યકતા જુમી ઉઠ્યા હતા
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર