રાજકોટ મહાનગરપાલિકા આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા યુનાઈટેડ નેશન્સ અને ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર તમામ ઘટકના સેજાની આંગણવાડીઓ ખાતે “મિલેટ વર્ષ” ૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં “શ્રી ધાન્ય” ના ઉપયોગથી બનતી વિવિધ વાનગીઓનું નિર્દશન કરવામાં આવી રહ્યું છે. પોષણયુકત વાનગી વૈવિધ્ય”ના ભાગરૂપે પોષણયુકત વિવિધ વાનગીઓની સ્પર્ધા તા.૦૯/૦૮/૨૦૨૩ના રોજ ઈસ્ટ ઝોન સેન્ટ્રલ હોલ ખાતે યોજવામાં આવેલ છે. વાનગી સ્પર્ધાનો મુખ્ય હેતુ આઈ.સી.ડી.એસ.ના તમામ લાભાર્થીઓ તથા છેવાડાના લોકો સુધી મીલેટસ તથા તેમાંથી બનતી વાનગીઓ વિશેની જાગૃતી ફેલાય અને રોજિંદા ધાન્યમાં વધુને વધુ આ પ્રકારના મીલેટસનો ઉપયોગ કરી પોષણ આપવાનું છે.
વધુમાં પરંપરાગત ધાન્યનો રોજિંદા જીવનમાં વિવિધ વાનગીઓ બનાવી કેવી રીતે ઉપયોગ કરી શકાય તે હેતુથી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. વાનગી સ્પર્ધામાં તમામ વાનગીઓનું નિદર્શન સહ સમજુતી આપવામાં આવેલ હતી. તમામ વાનગીઓની બનાવટ અને તેમાં જરૂરી પોષણ સ્તર જળવાય તેમ દૈનિક સમતોલ આહારના મહત્વને ધ્યાનમાં રાખીને વાનગીઓની પંસદગી કરવામાં આવેલ હતી. તમામ ઉમંરના લોકોને જરૂરી આહાર કેટલી માત્રામાં લેવો જોઇએ અને આહાર માંથી મળતા જરૂરી પોષક તત્વોની જાણકારી આંગણવાડી વર્કર બહેનોને આપવામાં આવેલ હતી. રોજીંદા ખોરાકમાં શરીરને જરૂરી પોષક તત્વો ક્યાં ખોરાક માંથી મળી શકે તે ખાદ્યપદાર્થોની જાણકારી તેમાંથી મળતાં પોષણનું મહત્વ તેમજ પોષક દ્ર્વ્યની ઉણપથી પડતી તકલીફો વિષે સમજુતી આપવામાં આવેલ હતી. રોજીદાં ખોરાક ઉપરાંત સરકારશ્રી દ્વારા અપાતા ટી.એચ.આર.ના ઉપયોગ વિષે સમજણ અને તેમાંથી બનાવી શકાતી વિવિધ વાનગીઓની સ્પર્ધા યોજી નિદર્શન સહ સમજુતી આપવામાં આવેલ હતી.