કેશોદની શ્રી શેરગઢ કન્યા શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓ અંતર્ગત શાળાની ધોરણ 8 ની વિદ્યાર્થીની ઝીંઝુવાડિયા સપનાબેન વાર્તા લેખન સ્પર્ધામાં પ્રથમ આવતાં કણેરી મુકામે યોજાયેલ સીઆરસી કક્ષાએ ભાગ લીધેલો. ત્યાં પણ તે પ્રથમ ક્રમાંક મેળવતાં કેશોદ મુકામે તાલુકા કક્ષાની વાર્તા લેખન સ્પર્ધામાં ભાગ લીધેલ. સમગ્ર તાલુકાના ધોરણ 6 થી 8 ના બાળકોની વાર્તાલેખન સ્પર્ધામાં પણ તે પ્રથમ વિજેતા બનેલ. હવે પછી સપનાબેન જિલ્લા કક્ષાએ ભાગ લેશે. વાર્તાલેખન સ્પર્ધા માટે તેને શાળાના શિક્ષિકાબહેન શ્રી જાનકીબેન કુંભાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. શાળાનાં આચાર્ય શ્રી રસિકભાઈ ભીમાણી દ્વારા શાળા પરિવાર વતી સપનાબેનને ઈનામ આપવામાં આવ્યું. જેથી બીજા બાળકોને પણ પ્રોત્સાહન મળે અને આવી જ રીતે દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાનું અને શાળાનું નામ રોશન કરે.
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ