જૂનાગઢમાં બે સ્થળોએ ઘરફોડ ચોરીને અંજામ આપનારા ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા, જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો બનતા પોલીસ સતર્ક બની તપાસ કરી રહી હતી ત્યારે બાતમી મળેલ કે ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સો ઇવનગર ગામે એક ઝુંપડામાં હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ કરતા ત્રણ શખ્સો ચોરી કરેલ સોનાના દાગીનાનો ભાગ પાડતા હતા પોલીસે દાગીના બાબતે પુછપરછ કરતા કોઇ આધાર પુરાવા ન હોવાનુ જણાવતા પોલીસે તમામ મુદામાલ કબજે કર્યો હતો ,આ ત્રણેય શખ્સોએ શહેરમાં બે સ્થળે ઘરોમાં રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી હતી, જેમાં સુરેશ હેમાભાઇ ભોજવીયા તેમજ,ચંદુ બાલુ ચુડાસમા અને ભભુતી ગણપત ચૌહાણને ઝડપી રૂપિયા 16,94,800નો મુદામાલ કબજે કરી તાલુકા પોલીસને સોંપ્યા હતા
વિનોદ મકવાણા,જૂનાગઢ