રાજકોટ જિલ્લા કલેકટરતંત્ર અને લોકમેળા સમિતી દ્વારા આગામી તા.5 થી 9 સપ્ટેમ્બર સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજિત કરાયેલ રસરંગ લોકમેળાના 101 પ્લોટ માટે જુની કલેકટર કચેરીના પટ્ટાંગણમાં આવેલી પ્રાંત-1ની કચેરીના મીટીંગ રૂમમાં આજથી ત્રણ દિવસ હરરાજી રાખવામાં આવી છે.જેમાં આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં એ-કેટેગરીના ખાણીપીણીના બે પ્લોટ અને બપોરના સેશનમાં બી-1 કોર્નર ખાણીપીણીના 32 પ્લોટ માટે હરરાજી રાખવામાં આવી છે. પરંતુ હરરાજીમાં આજે પ્રથમ દિવસેજ ડખ્ખો થવા પામેલ હતો. સવારના સેશનમાં વેપારીઓએ નિરસતા બતાવી બે કલાક સુધી અધિકારીઓને રાહ જોવડાવી ફરકયા ન હતાં.ત્યાર બાદ મોડે મોડે વેપારીઓ આવેલ હતાં. પરંતુ હરરાજી થયેલ ન હતી. એ કેટેગરીના બે પ્લોટ માટે પાંચ વેપારીઓએ અરજી કરી હતી છે. જેની અપલેટ પ્રાઈઝ 225000 રાખવામાં આવી છે. જયારે બી-1 કોર્નરના 32 પ્લોટની અપમેટ પ્રાઈઝ 70000 રાખવામાં આવી છે. પરંતુ પ્રથમ દિવસે હરરાજીમાં પ્રકીયા બપોરના 4 વાગ્યે રાખવામાં આવી હતી.સવારના આ હરરાજી ન થતા હવે બપોરના 4 વાગ્યા બાદ એક સાથે 34 પ્લોટની હરરાજી રાખવામાં આવી છે.