રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૮/૦૮/૨૦૨૩નાં રોજ હાઇરાઇઝ બિલ્ડીંગ (૧) તીર્થ – ૧, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, તેમજ (૧) ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કુલ, ત્રંબાના વિદ્યાર્થીઓને કાલાવડ રોડ ફાયર સ્ટેશનની મુલાકાત લીધેલ જેમાં વાહનો, ફાયરના સાધનોની નિદર્શન કરેલ તેના વિશે માહિતી આપેલ તથા (૧) વિહાન સાયન્સ ઝોન, શક્તિનગર મેઇન રોડ, (૨) ચાહત એકેડમી, મહિલા કોલેજ ચોક, (૩) ધ ફીનોલ ઇન્સ્ટીટયુટ, જયોતિનગર મેઇન રોડ, (૪) જયોમ ટયુટૉરીયલ્સ, ૧૫૦ ફુટ રીંગ રોડ, (૫) એમ.કે.કલાસીસ, યુનિ.રોડ (૬) વિનાયક એજયુકેશન, ૧૫૦ ફુટ રીંગ રોડ, ખાતેના તમામ કલાસીસમા ફાયર સેફટી અંગે તાલીમ અપાઇ.
ઉપરોકત મોકડ્રીલમા હાઇરાઇઝ બિલ્ડીંગના ૧૫ રહેવાસીઓ, તેમજ ૧ સ્કુલના ૭૪ અને ૬ ટયુશન કલાસીસના ૧૯૫ શિક્ષકો અને વિદ્યાર્થીઓને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગના સ્ટેશન ઓફીસર શ્રી આર.એ.વિગોરા, લીડીંગ ફાયરમેન સંજયભાઇ મકવાણા તથા સ્ટાફ અને રહેણાંક બિલ્ડીંગની મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર શ્રી વાય.ડી.જાની, લીડીંગ ફાયરમેન જયેશભાઇ દાણીધારીયા, પરેશભાઇ ચુડાસમા, જયેશભાઇ ફાયરમેન કિશોરભાઇ વડેખણીયા, અજયભાઇ ડ્રાઇવર પ્રફુલભાઇ તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર શ્રી બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે માર્ગદર્શન અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.