કેશોદ તાલુકાના અનેક ગામડાઓની અંદર લાંબા સમયથી વહીવટી શાસન લાગુ છે ત્યારે ગ્રામજનો પોતાના જન પ્રતિનિધિની રાહે બેઠા છે કેશોદ તાલુકાના કેવદ્રા, સોંદરડા, ખમીદાણા, રાણીગપરા, નુનારડા સહિતનાં ગામોમાં વહિવટી શાસન છે તેવા ગામડાઓની આજે રાજ્યની ૬ હજારથી વધુ ગ્રામપંચાયતોની અંદર હાલ સરપંચ કે સદસ્યો નથી પરંતુ અધિકારીઓનું શાસન છે. લાંબા સમયથી મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં obc અનામતના મુદ્દે ચૂંટણીઓ અટકેલી છે. હાલ રાજ્યમાં ગ્રામ પંચાયતો, નગરપાલિકા તેમજ બે જિલ્લા પંચાયતની ચૂંટણી બાકી છે.
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ