રાજકોટ જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી દ્વારા મહિલા એકતાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ સાયાણી ની આગેવાનીમાં રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજકોટ થી પધારેલા મહેમાન રક્ષાબેન બોળીયા બીનાબેન આચાર્ય કાશ્મીરાબેન નથવાણી જલ્પાબેન કુબાવતતેમજ રાજકીય મહિલાઓ નું પુષ્પગુંજ તેમજ છાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે જસદણના પારેવાળા ગામના 110 વર્ષના વૃદ્ધ દંપતી ને રાષ્ટ્રપતિ દ્વારા તેમની ધાબળા બનાવવાની જે કળા છે તે કળાને લઇ લે સન્માનિત કરવામાં આવ્યા હતા તે વૃદ્ધ દંપતીને આજે રામેશ્વર મંદિરે સોનલબેન વસાણી દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ