હાલ વરસાદી વાતાવરણ અને મિશ્ર ઋતુને લીધે શરદી, ઉધરસ સહિતનો રોગચાળો વકર્યો છે સામાન્ય રીતે બાળકો અને વૃધ્ધો આ રોગચાળાના ભરડામાં આવી રહ્યા છે ત્યારે આ રોગોથી બચવા માટે શું કરવું જોઈએ તે અંગે માંહી આપતા રાજકોટના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર અમિત હાપાણીએ જણાવ્યું હતું કે બને તો પાણી ઉકાળીને પીવું, બહારનો અને ખુલ્લો ખોરાક ન આરોગવો, હ્યુમીનીટી પાવર શરીરમાંથી ઘટવાથી રોગ લાગુ પડે છે જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે તેવો પૌષ્ટિક ખોરાક વધુ ખાવો જોઈએ, ઘરમાં સ્વચછતા રાખવી જોઈએ તેમજ વારંવાર હાથ ધોવા જોઈએ અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ શક્ય હોય તો બહાર જઈએ ત્યારે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ જેથી રોગથી બચી શકાય છે.