કેશોદ શહેરમાં વસતાં ઉમાવંશી પરિવારો દ્વારા પવિત્ર પુરૂષોત્તમ માસમાં આજે મા ઉમા કળશ પુજન કાર્યક્રમ માં જોડાઈ પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું જે ઉમાવંશી પરિવારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરી કળશ પોતાને ત્યાં પધરાવશે એ પરિવાર દ્વારા દરરોજ એક રૂપિયો પધરાવવાનો રહેશે અને દર વર્ષે જે આર્થિક બચત કરેલ રકમ એકઠી થશે એ તમામ ઉમાવંશી પરિવારો માં આર્થિક નબળી સ્થિતિ નાં પરિવારોને વિદ્યાદાન, કન્યાદાન જેવી સામાજિક પ્રવૃત્તિઓ માં ઉપયોગમાં લેવામાં આવશે. આજે બપોરનાં સમયે કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજ ખાતે કળશ વિતરણ કરવામાં આવ્યાં બાદ ડીજે નાં તાલે શહેરનાં મુખ્ય માર્ગો પર શોભાયાત્રા પસાર થઈ વેરાવળ રોડ પર આવેલ શ્રીમતી મણીબેન દુદાલાલ લાડાણી પાર્ટી પ્લોટ ખાતે સમાપન થયું હતું. કેશોદના ૩૫૧ ઉમાવંશી પરિવારો દ્વારા કળશ ધારણ કરેલા જેઓને શોભાયાત્રા પુર્ણ થયા બાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પુજન અર્ચન કરવામાં આવ્યું હતું. કેશોદના શ્રી ઉમિયા પરિવાર સંગઠન સમિતિ કેશોદ, જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજ આંબાવાડી કેશોદ અને શ્રીમતી મણીબેન દુદાલાલ લાડાણી પાર્ટી પ્લોટ કેશોદના હોદેદારો એ મા ઉમા કળશ પુજન કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કેશોદ શહેરમાં વસતાં ઉમાવંશી પરિવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને શોભાયાત્રા માં જોડાયાં હતાં
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ