જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે.જે.પટેલ સહિતના સ્ટાફે જૂનાગઢ જિલ્લાની માંડાવડ ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરતા બે શખ્સોને દબોચી લીધા હતા , પોલીસને બાતમી મળેલ કે રેલ્વે ફાટક પાસે આવેલ શીવ શકિત મીની ઓઇલ મીલ નામના શેડમાં બાયોડિઝલના નામે ભળતા પેટ્રોલીયમ (જ્વલનશીલ) પ્રવાહીનું વેંચાણ કરે છે જે બાતમી આધારે રેઇડ કરતા ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરતા અમદખા ગુલાબખા લોધી અને તેજસ ગણાત્રાને ઝડપી લેવાયા હતા , ઝડપાયેલ શખ્સોના કબ્જામાંથી 12 હજાર લીટર જ્વલનશીલ પ્રવાહી સહિત કુલ 8,92,500ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે
વિનોદ મકવાણા,