શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મિલની ચાલીમાં રહેતા અને મજૂરી કામ કરી જીવનનિર્વાહ ચલાવતા મહેબૂબભાઈ શેખ ને ચાર સંતાનો છે જેમાં બે પુત્ર અને બે પુત્રી ના પરિવાર સાથે રહે છે આ પરીવારની ત્રીજા નંબરની પુત્રી મુમતાઝ ઉ.વ.18 આજથી ચાર મહિના પહેલા કુંભારવાડા માં આવેલ કાશ્મિરી ક્વાર્ટર માં રહેતો અસ્લમ ઈકબાલ કાઝી નામના યુવાન સાથે ઘરેથી ભાગી ગઈ હતી અને પ્રેમીના ઘરે રહેવા લાગી હતી દરમ્યાન પુત્રી પ્રેમી સાથે ભાગી જતાં યુવતીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં યુવક-યુવતી પુખ્ત વયના હોય અને બંને એ નિકાહ કરી લીધા હોવાનું તપાસમાં ખુલતા પોલીસે કાર્યવાહી પડતી મૂકી હતી દરમ્યાન આજરોજ વહેલી સવારે પ્રેમી અસ્લમે યુવતીના પરીવારને જાણ કરી હતી કે તમારી પુત્રી એ ગળાફાંસો ખાઈ લીધો છે આથી હતપ્રત બનેલો પરીવાર યુવતીના ઘરે પહોંચ્યો હતો અને પોલીસને જાણ કરતાં ડી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો દરમ્યાન અસ્લમે પોલીસને જણાવ્યું હતું કે તે સુઈ રહ્યો હતો એ દરમ્યાન મુમતાઝ એ ગળાફાંસો ખાઈ લેતા તેણીએ તેની લાશ નીચે ઉતારી હતી આથી પોલીસે સ્થળપર પંચનામું કરી લાશને પીએમ માટે સરટી હોસ્પિટલમાં ખસેડી હતી આ ઘટનાને પગલે મુસ્લિમ સમાજમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર