રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12 ઓગસ્ટે અરવલ્લી જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે ત્યારે તેમના આગમન પૂર્વે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું માલપુરના પનાવડા, પી.જી. મહેતા હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી માલપુર તાલુકાના તળાવો ભરવાની ઐતહાસિક યોજનાનું ભૂમિપૂજન કરવાના છે આ ઉપરાંત માલપુર તાલુકા પંચાયતની નવી કચેરીનું પણ સીએમ લોકાર્પણ કરશે કલેકટર પ્રશસ્તિ પારીક, જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ દ્વારા અધિકારીઓને સાથે રાખીને સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી