સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરોડી ગામની શાળાના શિક્ષક દંપતી છેલ્લા 2004 થી શિક્ષક તરીકે દંપતી કેતનકુમાર ગદાણી અને દીપતીબેન ગોહિલ થાનગઢ ના સરોડી ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવી રહ્યાં હતાં. ત્યારે તેમની તાજેતરમાં અમદાવાદ કોપરેશનની ઈસનપુર પબ્લિક સ્કુલ ખાતે બદલી થઇ હતી, ત્યારે જેમનો વિદાય સમારંભ સરોડી ગામે પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો ત્યારે શાળાનાં બાળકોને શિક્ષકો ભેટી પડી ચોધાર આંસુ સાથે વિદાય આપતાં માહોલ ગમગીન થઇ ગયો હતો. જયારે કેતનભાઇ અને દીપ્તિબેનની અમદાવાદ અને શિક્ષક હિતેષભાઇ ઝાલરિયાની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં શાળાનાં બાળકો શિક્ષક દંપતીને ભેટી ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં, આથી શિક્ષકો પણ પોતાનાં આંસુ રોકી શક્યા નહોતા. જયારે કોરોના કાળમાં રાજ્યની સ્કુલોમા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સરોડી ગામની પ્રાથમિક શાળા રાજ્યની અંદર એક થી પાંચમાં નંબર મેળવતા ઝાલાવાડનું ગૌરવ વધાર્યું હતું
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }