33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સુરતમાં ટ્રિપલ સવારીમાં પકડાયેલા યુવાનનું સારોલી પોલીસ મથકમાં ભેદી મોત, ફોરેન્સિક રિપોર્ટની જોવાતી રાહ


 

ગુરૃવારે રાત્રે પુણા- સારોલી રોડ પર નહેર પાસે પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે સમયે બાઈક પર પસાર થઈ રહેલા ત્રણ યુવાનોને પોલીસે અટકાવ્યા હતા. જેમાં એક યુવાન ત્યાંથી નાસી છૂટયો હતો. જયારે ૩૨ વર્ષીય સંદિપ ભરત વેકરિયા અને તેના મિત્ર સંજયની પોલીસએ અટકાયત કરી હતી. મોટર સાયકલની નંબર પ્લેટ ફેન્સી હોવાની સાથે ત્રણ સવારી હોવાથી બંને યુવકને સારોલી પોલીસ મથકે લઇ જવાયા હતા.ત્યાં સંદિપ રહસ્યમંય સંજોગોમાં પડી જતા બેભાન થઇ ગયો હતો. તેને સ્મીમેર લઇ જવાયો હતો પણ ડોકટરે મૃત જાહેર કર્યો હતો.  ઘટનાને પગલે પરિવારમાં ભારે રોષ ફેલાયો હતો. સંદિપ સાથે કંઇક અજુગતું થયાની શંકા સાથે પરિવારે સ્મીમેર હોસ્પિટલમા હોબાળો મચાવ્યો હતો.પી.આઇ સંદિપ દેસાઇએ કહ્યુ કે બાઇક ટ્રિપલ સવારી તથા ફેન્સી નંબર પ્લેટમાં અને સંદિપ વેકરીયાનો મિત્ર લાઠીયા પ્રોહીબિશન કેસમાં અટકાયત કરી હતી. બાદમાં પોલીસ મથકમાં સંદિપ વેકરિયાને ચક્કર આવતા બેભાન થઇ ગયો હતો. તેનું નેચરલ મોત થયાની શક્યતા છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું હકીકત સ્પષ્ટ થશે. ડોકટરોએ પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડાબી આંખ પાસે ધસરકો મળી આવ્યો હતો. જયારે બીજા કોઇ ઇજાના નિશાન મળ્યા નથી. જોકે તેના લીધેલા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા પછી તેના મોતનું સાચુ કારણ જાણવા મળશે.

રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -