ધોરાજી ના દિપકભાઇ માથુકીયા નો આજરોજ જન્મદિવસ હોય અને તેને પોતાનો જન્મદિવસ કઈ રીતે ઉજવવો તે વિચારતા હતા ત્યારે જ દિપકભાઇ ને એવો વિચાર આવ્યો અને તેને તે વિચારનો અમલ પણ કરી નાખ્યો અને ધોરાજી વિસ્તારમા રહેતા સીનીયર સીટીઝનને સાથે કોઇ ધાર્મિક વિસ્તારમા જાત્રાએ લઈ જવા જોઈએ તે વિચાર નો અમલ કરી ને સો થી પણ વધારે સીનીયર સીટીઝનો અને પોતાના પરિવાર જનો અને મિત્રો સાથે ખાસ કાર્યક્રમ નકકી પણ કરી નાખ્યો અને ધોરાજી થી દ્વારકા તથા દ્વારકા થી બેટ સુધી ની જાત્રા નો કાર્યક્રમ નુ આયોજન કરવામા આવેલ હતો સો થી પણ વધારે સીનીયર સીટીઝનો ને પોતાના ખર્ચે દિપકભાઇ માથુકીયા જાત્રાનુ આયોજન કરેલ અને સીનીયર સીટીઝનો અને પોતાનો પરીવાર જનો અને મિત્રો સાથે ધોરાજી દ્વારકા તથા બેટ સુધી સીનીયર સીટીઝનો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો ઉપરાંત પરસોતમ માસ હોવાથી આ દિવસ નું વિશેષ મહત્વ હોવાથી આ તમામ લોકો ને દ્વારકા ની ગોમતી નદી માં સ્નાન કરાવી અને દીપકભાઈ માથુકીયા એ ધન્યતા અનુભવી હતી…
રીપોર્ટ કૌશલ સોલંકી