રાજકોટ ગોંડલ હાઇવે પર ફરી ટ્રાફિક જામની સમસ્યા વધી છે. પારડી ગામ પાસે પુલ પર મોટા ખાડા પાડવાના કારણે પાલડી ગામથી કોરાટ ચોક સુધી ટ્રાફિક જામના અવાર નવાર થઇ છે. દરરોજ સવાર-સાંજ બે થી ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ થવાના કારણે વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. ટ્રાફિકના કારણે તોતિંગ ટોલટેક્સ ઉઘરાવતી નેશનલ હાઈવે ઓથોરિટી ઉપર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ધોરાજી, ઉપલેટા, ગોંડલ અને શાપર- વેરાવળ સહિતના વિસ્તારના વાહન ચાલકો ૨ મહિનાથી રોજ આ ખાડાના કારણે હેરાન પરેશાન થઇ છે. તેમજ રાજકોટ થી ગીર સોમનાથ અને રાજકોટ થી પોરબંદર સુધીમાં રૂપિયા 500 રૂપિયા ટોલ ટેક્સ વસુલવામાં આવે છે પણ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડાના પ્રશ્ન યથાવત છે. ત્યારે આ અંગે રાજકોટ દક્ષિણના ધરાસભ્ય રમેશ ટીલાળાએ હાઇવે ઓથોરિટી ને પત્ર લખી ને ખાડાના પ્રશ્નથી વાખેફ કરાવ્યા. મીડિયા સાથે વાતચીતમાં તેમને જણાવ્યું કે હાલ જે જગ્યાએ જે જગ્યાએ ખાડા પડ્યા છે તેનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આવતીકાલ સુધીમાં ખાડા બુરાઈ જશે આ સાથે હાઇવે ની આસપાસ પોલીસ બંદોબસ્ત પણ મુકાશે જેથી કરી ને ટ્રાફિક વધુ સર્જાય અને લોકો ને ટ્રાફિક સમસ્યા નો સામનો ન કરવો પડે. ઔદ્યોગિક એકમો શાપર- વેરાવળ સહિત એ હાઇવેના નજીક આવેલું છે જેથી એ વિસ્તારમાં ટ્રાફિક વધુ રહે છે.