કેશોદના વેરાવળ રોડ પર આવેલ કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરે વર્ષ દરમિયાન આવતા વિવિધ ઉત્સવો જેવા કે મહાશિવરાત્રી, હોલીકા દહન, રામ નવમી, જન્માષ્ટમી, ગણેશોત્સવ, દિવાળી, અન્નકૂટ, રાસોત્સવ, શોભાયાત્રા, સહિત તમામ ધાર્મિક ઉત્સવો ધામધૂમથી આસ્થાભેર ઉજવવામાં આવે છે. આ વર્ષે ઓગણીસ વર્ષ બાદ સંયોગ થી શ્રાવણ માસ માં અધિક માસ આવેલ હોય ભગવાન વિષ્ણુ અને દેવાધિદેવ મહાદેવની પુરુષોત્તમ માસમાં ભગવાનની ભક્તિ કરવામાં આવી રહી છે.પાવન પુરુષોત્તમ માસ આત્મ ઉન્નતિનો અણમોલ અવસર ગણાય છે. દેશનાં નિષ્ણાંત ખગોળ શાસ્ત્રીઓએ ઋતુઓ, મહિનાઓ અને તહેવારો વચ્ચે તાલમેલ જળવાઈ રહે, તેનો મેળ બેસાડવા માટે સુર્ય અને ચંદ્ર નાં પરિભ્રમણ કરતા દર વર્ષે અગીયાર દિવસ નો તફાવત દુર કરી રુતુ ચક્ર જાળવી રાખવા દર ત્રણ વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવાની વ્યવસ્થા કરી છે. અધિક શ્રાવણ માસની પુનમ નાં દિવસે ઢળતી સાજે શ્રી ગોપેશ્ર્વર મહાદેવ નાં સાનિધ્યમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કૃષ્ણનગર સોસાયટી વિસ્તારનાં રહીશ ભાવિકો ભક્તો હાજર રહી શ્રધ્ધાપૂર્વક કથાનું રસપાન કર્યું હતું.શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરે થી તમામ ગોપીઓ વનભોજન માટે આસપાસના ધાર્મિક સ્થળો એ જવાનું આયોજન કરવામાં આવ્યું છે. અધિક શ્રાવણ પુરુષોત્તમ માસ પુર્ણ થતાં જ માટીના બનાવેલ ગોરમા અને જવારાને પવિત્ર નદી સરોવરમાં પધારવવામાં આવશે
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ