જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનું ગામ મનવર ખીજડીયા જ્યાં વર્ષો જૂનું પુરુષોત્તમ ભગવાનનું મંદિર આવેલું છે. અને આ મંદિર માં જે દંપતીઓ ને સંતાન ની ખોટ હોય તેઓ અહીં આવી ને શ્રદ્ધા થી માનતા કરે છે. ત્યારે એમને સંતાન ની પ્રાપ્તિ થાય છે અને ઘણા દંપતીઓ ને પુરુષોત્તમ ભગવાન ની શ્રદ્ધા અને વિશ્વાસ થી સંતાન પ્રાપ્તિ થઈ છે. અને એક પણ રૂપિયો લેવા માં આવતો નથી .કે નથી કોઈ ભુવા.. અહીં મનવર ખીજડીયા ગામના બધાજ જાડેજા પરિવાર સેવા કરે છે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ થી અહીં નિઃસંતાન ને સંતાન પ્રાપ્તિ થાય છે. અને અહીં માનતા માં પણ કોઈ વસ્તુ લઈ આવવા ની નથી. મંદિરે થીજ તમને એક શ્રીફળ આપવા માં આવે છે . અને આ સંતાન માટે ની માનતા માત્ર પુરુષોત્તમ માસ માંજ લેવામાં આવે છે આખો પુરુષોત્તમ માસ..
હર્ષલ ખંધેડિયા :- જામનગર