સલાયા રેફરલ હોસ્પિટલમાં માત્ર એક ડોક્ટર જ ઉપલબ્ધ છે તેમજ છેલા એક વર્ષથી બે ડોકટરોની જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે જેથી હાલ દરરોજની 500 ઉપર ઓપીડી આવતી હોઈ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ સાથે હાલ જે એક ડોક્ટર છે તેમનો પણ બે એક મહિનામાં કોન્ટ્રાક્ટ પૂરો થતો હોઈ તંત્રએ વહેલું જાગવું જરૂરી બની ગયું છે.
રિપોર્ટિંગ. આનંદ લાલ સલાયા