રાજકોટમાંથી ગુજરાત ATS દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા તમામ આરોપીઓને રાજકોટ એસઓજી ઓફીસ લાવવામાં આવ્યા હતા. આતંકી પકડાવવાની સમગ્ર ઘટના અંગે ATSનાં એસીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે જણાવ્યું હતું કે એટીએસ દ્વારા કુલ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ સોની બજારમાં આ આતંકીઓ મજૂરી કામ કરતા હતા. તેમજ એટીએસે સોનીબજારમાં યોગી ચેમ્બર અને જે.પી.ટાવરમાં આતંકી ગતિવિધિ ચાલી રહ્યાની બાતમી ગુજરાત એટીએસને મળી હતી. આ બન્ને ટાવરમાં મોટી સંખ્યામાં બંગાળથી આવેલા કારીગરો સોનાનું છૂટક મજૂરી કામ કરતા હોય છે જેમાંથી અમુક લોકો અલ-કાયદા જેવા ખૂંખાર આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે અને તેના માટે યુવકોનું બ્રેઈનવોશ કરવા સહિતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ATSએ બન્ને સ્થળે એક સાથે રાત્રે અગીયાર વાગ્યાના અરસામાં દરોડો પાડીને અલ-કાયદા સાથે જોડાયેલા અમન, અબ્દુલ શકુર અને સૈફ નવાઝ નામના શખ્સોની ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત તેની સાથે સંપર્કમાં રહેનારા કાઝી આલમગીર, તેનો સાળો સહિતના દસેક લોકોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પત્રકાર પરિષદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર, ATS દ્વારા અલગ-અલગ બે ટીમો બનાવવામાં આવી હતી. બંને ટીમો બે દિવસ રાજકોટમાં વોચમાં હતી. આ ત્રણેય આતંકી પ્રવૃતિ સાથે જોડાયેલા છે. તમામ આતંકીઓ પશ્ચિમ બંગાળના વતની છે. આ લોકોના અસલી નામની તપાસ કરવામાં આવી રહી છે. ટેલીગ્રામ સહિતની એપનો તેઓ ઉપયોગ કરતા હતાં. તેમજ આ આતંકીઓએ ઓટોમેટિક હથિયાર ચલાવવાની ટ્રેનિગ મેળવી હતી. આતંકીનો હેન્ડલર તેને આદેશ કરવાનો હતો કે આગળ શું કરવું. આ આતંકીઓ બીજા લોકોને જોડાવા માટે પ્રેરણા આપતા હતા. અલગ-અલગ પાંચ મોબાઈલ મળ્યા છે. જેમાં કનવજેશન એપનો ઉપયોગ કરતા હતા. વેપન કઈ રીતે ચલાવવુ તેની એપ પણ મોબાઈલ મળી આવી છે. અલગ-અલગ રેડીકલ મટીરીયલનો ઉપયોગ કરતા હતા. રેડીકલ મટીરિયલ મળી આવ્યું છે. આ લોકોનો હેન્ડલર બાંગ્લાદેશમાં હતો. તે આદેશ કરે તે મુજબ રાજકોટમાં અંજામ આપવાના હતા. આ સાથે આતંકીઓ પાસેથી એક ઓટોમેટિક પિસ્તોલ તેમજ બુલેટ મળી આવી હતી. તે સોશિયલ મીડિયામાં એકે 47 કેવી રીતે ચલાવવી તેમજ અન્ય હથિયારોને કેવી રીતે ચલાવવા તેની માહિતી મેળવવા મોબાઈલ ફોનમાં સર્ચ કરતો હતો.