ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમમાંથી ૪૫૦૦ કયુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું.. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ધરોઈ ડેમમાં 13,611 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે.. જ્યારે ડેમની હાલની જળ સપાટી 619 ફૂટ પર પહોંચતા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.. ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ગેટ નંબર છ ને ૩: ૫ ફૂટ ખોલવામાં આવ્યો છે જેમાંથી હાલ 4,500 કયુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે ધરોઈ ડેમ માંથી સાબરમતિ નદીમાં પાણી છોડાતા સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સાણંદ સહિતના જિલ્લાઓને એલર્ટ કરાયા છે.. ત્યારે ધરોઈ ડેમમાંથી ચાલુ વર્ષે પ્રથમ વખત પાણી છોડાતા સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા સહિતના પર્યટકો મોટી સંખ્યામાં ડેમને નિહાળવા માટે ધરોઈ ડેમ ખાતે પહોંચ્યા હતા.. જ્યારે કોઈપણ પ્રકારની અવગણતા ન ઉભી થાય તેમજ કોઇ ધટના ન ઘટે તે માટે પોલીસ તંત્ર તેમજ સ્થાનિક ધરોઇ ડેમનું વહીવટી તંત્ર ખડે પગે જોવા મળ્યું હતું
ઉમંગરાવલ