રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું હતું કે ધોરાજીમા તા 29 ના રોજ મોહરમ પર્વ દરમિયાન તાજીયા જુલુશમા અકસ્માત થયેલ છે 11 કેવીની વીજ લાઈનમાં તાજિયો અડી જતાં 28 જેટલા યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો જ્યારે 2 યુવાનોના વીજ કરંટ લાગવાને કારણે મૃત્યુ થયા છે ત્યારે આ તાજીયા જુલુશ દરમિયાન જે મૃત્યુ પામેલ છે તથા જે ઘાયલ થયેલ છે તેઓને સહાય આપવા જણાવાયું છે મુખ્યમંત્રી રિલીફ ફંડમાંથી સહાય ચુકવાય તેવો મુખ્યમંત્રીને લેખિત પત્ર લખી લલિત વસોયા દ્વારા માંગ કરવામાં આવી છે.
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી