ભાવનગર શહેરના હાર્દ સમા એવા રૂપમચોક ખાતે પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભાવનગરના નવા એસપી ડો.હર્ષદ પટેલે ગઈકાલે ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસે એક્શનમાં દેખાયા અને શહેરમાં સ્પેશિયલ નાઈટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસો ભાવનગર શહેરના જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ કોઈ માદક પદાર્થ પીને વાહન ચલાવતું તો નથી ને અથવા તો ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન તો નથી કરી રહ્યા ને ખાસ તે માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લામાં પણ આ ડ્રાઇવ યથાવત રહેશે તેમ નવનિયુક્ત એસપીએ જણાવ્યું હતું.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર