રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૨૯/૦૭/૨૦૨૩ નાં રોજ ગંગા જમુના ફ્લેટસ, જામનગર રોડ, (૨) તા.૩૦/૦૭/૨૦૨૩ ના રોજ આકાર હાઇટસ વિંગ – એ. શિવ ભવાની ચોક, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, આ મોકડ્રીલમાં (૧) તા.૨૯/૦૭/૨૦૨૩ ના રોજ અંદાજે ૨૦ રહેવાસીઓ (૨) તા.૩૦/૦૭/૨૦૨૩ ના અંદાજે ૮ થી ૧૦ રહેવાસીઑ રોજ જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર શ્રી એ. કે. દવે, એચ. શ્રી પી. ગઢવી, લીડીંગ ફાયરમેન સંજયભાઈ બાબરીયા, ફાયરમેન અનિષભાઈ વાઘેલા, અનિલભાઈ પરમાર તથા ટ્રેનરસહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર શ્રી બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે માર્ગદર્શન અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.