રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૨૫/૦૭/૨૦૨૩ થી તારીખ: ૩૦/૦૭/૨૦૨૩ સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
રસ્તા પર નડતર રૂપ ૩૨ રેકડી/કેબીન તે જંકશન રોડ,પોસ્ટ ઓફિસ મેઈન રોડ,છોટુનગર,ગરુડ ગરબી ચોક,નારાયણનગર, ધરાર માર્કેટ,નાના મૌવા રોડ,ભીમનગર મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,જનકપુરી રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૩૫ પરચુરણ ચીજ વસ્તુઓ રેસકોર્ષ રિંગ રોડ,એરપોર્ટ ફાટક,૮૦ ફુટ રોડ,શ્રોફ રોડ,જ્યુબેલી માર્કેટ,કેસરીપુલ,જામનગર રોડ,રૂડા ઓફિસ,પારેવડી ચોક,પોસ્ટ ઓફિસ રોડ,પરાબજાર,રામનાથપરા,નારયણ નગર,માંડા ડુંગર,નંદનવન રોડ,પટેલ કન્યા છાત્રાલય,રૈયાધાર,કાલાવડ રોડ પાસેથી જપ્ત કરવામાં આવેલ., ૮૪ કિલો શાકભાજી/કોર્ટ ચોક,પારેવડી ચોક પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ. ૧૩,૨૭૫/- મંડપ કમાન છાજલી ભાડુ તે ગાયત્રીનગર રોડ પરથી વસુલ કરવામાં આવેલ છે,રૂ.૧૩,૦૦૦/- વહિવટી ચાર્જ તે રેસકોર્ષ,ગાયત્રીનગર,મોરબી રોડૅ,નાનામૌવા રોડ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, ૪૬૦ બોર્ડ-બેનર તે પી.એમ.રુટ,રેસકોર્ષ રિંગ રોડ, વી.આઈ.પી. રુટ,કુવાડવા રોડ,ભાવનગર રોડ,ગ્રિનલેન્ડ ચોકડી,કોઠારીયા રોડ,પેડક રોડ,યુનિ.રોડ,સાધુવાસવાણી રોડ,કાલાવડ રોડ,નાના મૌવા રોડ પરથી જપ્ત કરેલા છે.