સામાન્ય બાળકો મોબાઇલ સહિત નાની મોટી રમતોમાં સમય પસાર કરતા હોય છે પરંતુ હિંમતનગરનો એક બાળક વિશિષ્ટ બુદ્ધિ ક્ષમતા સાથે સ્થાનિક વિસ્તારમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે હિંમતનગરનો છ વર્ષનો મંત્ર પટેલ મોટાઓને પણ શરમાવે તેવા સંસ્કૃતના કઠિન શ્લોકનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે જાપ કરે છે તેમજ શિવ તાંડવ જેવા શ્લોકોનું મુખપાઠ કરે છે મોટાભાગે શિવ તાંડવ ગાયત્રી ચાલીસા હનુમાન ચાલીસા તેમજ ગણપતિ ચાલીસા સહિત શ્રીમદ્ ભગવત ગીતાના પાઠ કરવા માટે વિશિષ્ટ તૈયારી કરવી પડતી હોય છે તેમજ સતત મહાવરા ના પગલે જ આવા શ્લોકો અને મંત્રો કંઠસ્થ થઈ શકે છે જોકે છ વર્ષની ઉંમર ધરાવતા મંત્ર પટેલ ને વિશેષ કોઈ સલાહ સુચન કે તૈયારી વિના બાળપણથી જ જાણે કે કંઠસ્થ હોય તેમ મોટા ભાગની ચાલીસા સહિત શ્રીમદ્ ભગવત ગીતા અને શિવ તાંડવ કંઠસ્થ કર્યા છે સામાન્ય રીતે બાળકોના જન્મદિવસે નાના-મોટા રમકડા સહિત તેમની મનપસંદ ચીજ વસ્તુઓ આપીને તેમને ખુશ કરાવતા હોય છે ત્યારે મંત્ર પટેલ ના જન્મદિન નિમિત્તે ત્રણ વર્ષ અગાઉ અપાયેલ શ્રીમદ્ ભગવદગીતા થકી તેનામાં આમૂલ પરિવર્તન આવ્યું છે છ વર્ષના મંત્ર પટેલે અત્યારથી જ વિશિષ્ટ સ્મરણશક્તિ તેમજ ધારદાર વાક્છટા ના પગલે મા બાપ માટે અત્યારથી જ ગૌરવ સમાન બની રહ્યો છે
ઉમંગરાવલ સાબરકાંઠા