રુદરપુરા-ગોપીપુરા વિસ્તારમાં અશાંતધારાને લઈ અનેક ફરિયાદો સામે આવતી રહે છે. સ્થાનિક લોકો અને વિધર્મીઓ વચ્ચે સતત કોઈકને કોઈક બાબતે તકરાર પણ થતી રહે છે. જેને કારણે અંગત અદાવત રાખીને હિંસક ઘટનાઓ પણ બનતી હોય છે. તાજેતરમાં જ રૂદરપુરા વિસ્તારમાં દિપેશ શાહ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. સૈયદ હુસેન ભાડાના મકાનમાં રહેતો હતો. બીપી શાહ અને તેની વચ્ચે માસ મટન ખાતો હોવાથી ગંદકી ફેલાવવાના મુદ્દે વારંવાર બોલાચાલી થતી હતી. આ બાબતની અંગત અદાવત રાખીને સૈયદ હુસેને દિપેશ શાહ ઉપર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા દિપેશ શાહને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મહિધરપુરા પોલીસે અલગ અલગ સ્થળના 40 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. હુમલો કર્યા બાદ સૈયદ હુસેન ભાગતો સીસીટીમાં નજરે પડે છે. જેના આધારે પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો છે.
રિપોર્ટર ઉદય તન્ના