રાજકોટ જિલ્લાના જેતપુરના બોરડી સમઢીયાળા ગામનો અશોકભાઈ મકવાણા નામનો 42 વર્ષીય યુવક ગુમ થયો હોવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં યુવનને ગામના સરપંચ અને શિક્ષકો પ્રધાનમંત્રીની સભામાં રાજકોટ લાવ્યા હતા. તેમજ ત્યાંથી યુવાન ગુમ થઈ જતા પરિવારજનો બે દિવસ થી યુવકની રાજકોટમાં શોધખોળ કરી રહ્યા છે. તેમજ આ બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસમાં ગુમસુદા નોંધ પણ કરવામાં આવી હતી.