માણાવદરમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી આડેધડ પાર્ક કરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી ચાર ગાડી ડિટેઇન કરવા સાથે ત્રણ દિવસમાં રૂપિયા ૮૦૦૦નો દંડ વસૂલ કર્યો હતો શહેરમાં પહેલી વખત રાજમાર્ગો ખુલ્લા થયા હતા. માણાવદર શહેરમાં નવનિયુક્ત પીએસઆઇ સી.વાય. બારોટ તથા સ્ટાફ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રજાને અગવડતા ન પડે તેમજ ટ્રાફિક સમસ્યા હડવી થાય તે માટે શાક માર્કેટ, પોસ્ટ ઓફિસ રોડ, સિનેમા રોડ સહિતના જાહેર માર્ગો પર ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી આડેધડ વાહનો દૂર કરી અડચણો હટાવી રાજમાર્ગો ખુલ્લા કર્યા હતા. ચાર ગાડી ડિટેઇન કરવા સાથે ત્રણ દિવસમાં ચાલકો પાસેથી 8,000નો દંડ પણ વસૂલ કર્યો હતો. શહેરીજનો પોતાના વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક કરે તેમ જ દુકાન ધારકો પોતાનો માલ સમાન ટ્રાફિકને નડતરરૂપ ન રાખે તેવી પોલીસે સૂચના આપી સહયોગ આપવા જણાવ્યું હતું
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર