જામકંડોરણા કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા પાંજરાપોળ ખાતે પરમ વંદનીય લોખંડી ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની વાર્ષિક ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે પિતાશ્રી વિઠ્ઠલભાઈ પ્રતિમાને ફૂલહાર ચડાવવા તેમજ ગૌ માતાને ખોળ ખવડાવવા ધારાસભ્ય જયેશ રાદડિયા રાજુભાઈ રાદડિયા ગોવિંદભાઈ રાણપરીયા વિઠ્ઠલભાઈ બોદર ચંદુભા ચૌહાણ પ્રવીણ ભાઈ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ લેઉવા પટેલ કન્યા વિદ્યાલય ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દીપા ગઢીયો કરી ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ સામાજીક રાજકીય આગેવાનો એ મહારક્તદાન કેમ્પ ને ખુલ્લો મૂક્યો હતો. આ સાથે છોટે સરદારથી ઓળખાતા વિઠ્ઠલભાઈ રાદડિયાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન મહાદાન સૂત્રને સાર્થક કરી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ બહોળી સંખ્યામાં લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનો પણ લાભ લીધો હતો.
અહેવાલ... પ્રવિણ દોંગા જામકંડોરણા