બાવળા તાલુકાના મીઠાપુર ગામના પાટિયાથી ગામમાં જવાના મેઈન રસ્તા ઉપર ચોમાસા દરમ્યાન કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે ગામલોકોનું કહેવું છે કે આઝાદી પછી હજુ સુધી આ રસ્તાનું કઈ ઉપાશન કરવામાં આવ્યું નથી. તેમજ ચોમાસા દરમ્યાન ઢીંચણ સુધીના પાણીમાંથી નીકળવું પડે છે અને પછી પાણી શુકાઈ જાય પછી દિવાળી સુધી કાદવ કીચડમાંથી નીકળવું પડે છે. જેના કારણે માંખી-મચ્છર નો ઉપદ્રવ વધી જાય છે તેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ બીક લાગે છે. તેમજ ખેતરમાં જવા માટે,પશુઓ માટે ઘાસ ચારો લાવવા માટે તેમજ ફેકટરી માં જવા માટે આ રસ્તા નો ઉપયોગ વધારેમાં વધારે લોકો કરે છે. આ ઉપરાંત વારંવાર તંત્રને જાણ કરવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી જેથી ગામલોકો ની લાગણી ને માગણી એજ છે કે જલ્દી થી જલ્દી આ રસ્તાને નવો બનાવવામાં આવે.
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર (બાવળા-અમદાવાદ)