માત્ર ત્રણ દિવસ ના ટૂંકા વિરામ બાદ આજરોજ આભ ની અટારીએથી ફરી એકવાર બારેમેઘ ખાંગા થયા હોય એવો માહોલ ભાવેણામા જોવા મળ્યો છે દિવસ ભર ઉકળાટ બાદ ઢળતી બપોરે ક્રમશઃ એક બાદ એક વિસ્તારમાં પ્રથમ ધીમીધારે અને ત્યારબાદ નેવાધારે વરસાદ શરૂ થતા ગણતરીની મિનિટોમાં જ શહેરના તમામ વિસ્તારોમાં પાણી પાણી થઈ જવા પામ્યું હતું જેથી ફરી એકવાર રાહદારીઓ વાહન ચાલકો ભારે વરસાદમાં અટવાયા હતાં તેમજ શહેરના મુખ્ય માર્ગો પર પાણી નો વધુ ભરાવો થતા વાહનો ફસાવા સાથે બંધ પડ્યાં હતાં શાળાઓમાં વિદ્યાર્થીઓ ને છુટવાનો સમય થયો હોય બરાબર એજ વખતે અનરાધાર વરસાદ શરૂ રહેતા વાલીઓ ચિંતાતુર બન્યાં હતાં અને પોતાના ભૂલકાઓને તેડવા સ્કૂલોમા ઉમટી પડ્યા હતા એ રીતે જિલ્લામાં પણ બપોરથી સતત વરસાદ શરૂ રહેતા ખેડૂતો ને મન લીલા દુષ્કાળની ભીતિ સેવી રહ્યા છે સતત વરસતા વરસાદને કારણે ખરીફ ખેત ફસલોને નુકસાન થઈ રહ્યું છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર